
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?
અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓ બન્યા છે બેફામ. બાકરોલ વિસ્તારમાં 14 ફેબ્રુઆરીએ અજાણ્યા કેમિકલ માફિયાઓએ અત્યંત ટોક્સિક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઉકાઈ જમણાકાંઠા મુખ્ય નહેરમાં ઠાલવ્યું. જેને લઈને પાણીમાં રહેતી માછલીઓ તરફડીને મૃત્યુ પામી. આ કેમિકલની તિવ્રતા એટલી હતી કે નહેરના પાણીનો રંગ બદલાઈ ગયો. જે કેમિકલ આ નહેરમાં ઠાલવ્યું તે નહેર RSPL કંપની.. પાનોલી જીઆઈડીસી પાસેથી નીકળી બાકરોલ, કાપોદરા, કોસમડી, ભડકોદરા, અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાંથી થઈને અંકલેશ્વર નગરપાલિકાના તળાવમાં પૂર્ણ થાય છે. કેમિકલ નહેરમાં ઠાલવતા અંદાજે 1 લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થયું હતું. જો કે, ભલુ થજો એ નહેરના ગેટ ઓપરેટર બળવંતકુમાર મોદીનું. કે જેમણે સમયસુચકતા વાપરી ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગને જાણ કરી. અને અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારનો પાણી પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરાયો. તળાવોના ઈનલેટ વાલ્વ પણ બંધ કરવામાં આવ્યા. જેને કારણે મોટી દુર્ઘટના થતી ટળી. ત્યારબાદ ઉકાઈ જમણા કાંઠા નહેર સંશોધન વિભાગે લેખિતમાં GPCB અંકલેશ્વરના અધિકારીઓને જાણ કરી. અને અધિકારીઓ સેમ્પલ લેવા આવ્યા...અને કેમિકલયુક્ત પાણી નહેરમાંથી બહાર કઢાયું. જો કે, સામાન્ય રીતે આવા કેસોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફરિયાદી બનતું હોય છે. પરંતુ અહીં ઉકાઈ જમણા કાંઠા નહેરના નાયબ કાર્યપાલક ઈજનેર શિલ્પાબેન ભલાણી ફરિયાદી બન્યા. ત્યારે આ કેસમાં GPCBએ કેમ ફરિયાદ નોંધાવી નહીં તે પણ એક તપાસનો વિષય બન્યો છે. કેમ કેમિકલ માફિયાઓ સામે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે કાર્યવાહી ન કરી. શું કેમિકલ માફિયાઓને છાવરી રહ્યું છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ....