Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Continues below advertisement
રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. રાજકીય પક્ષો સાથે બેઠક બાદ ચૂંટણી પંચે ડ્રાફ્ટ યાદી જાહેર કરી હતી. આ ડ્રાફ્ટ મતદાર યાદી મુજબ ગુજરાતમાં 4 કરોડ 34 લાખ 70 હજાર 109 મતદારો નોંધાયા છે અને મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન 73 લાખ 73 હજાર 327 મતદારના નામ કમી થયા છે. મૃતક 18 લાખ 7 હજાર 278 યાદીમાંથી દૂર કરાયા છે. 40 લાખ 25 હજાર 553 મતદારોનું કાયમી સ્થળાંતરનું સામે આવ્યું. જ્યારે કે 3 લાખ 81 હજાર 470 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા હતા. 9 લાખ 69 હજાર 661 મતદારો તેમના સરનામે મળ્યા ન હતા. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે.
Continues below advertisement
Tags :
Hun Toh BolishJOIN US ON
Continues below advertisement