Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

Continues below advertisement

સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા હતા. અમરોલીમાં વહુના ત્રાસથી સાસુએ વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો હતો. પુત્રવધુ માનસિક- શારીરિક ત્રાસ આપતી હોવાની સાથે અપશબ્દો બોલતી હોવાનો સાસુએ આરોપ લગાવ્યો હતો. જેને લઈ અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમના સંચાલકો તેમને લેવા માટે ઘરે પહોંચ્યા હતા. જો કે આ સમયે પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં જ પુત્રવધુ અને તેની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક ભાષામાં વાતો કરી હોવાના આરોપ લાગ્યા હતા. હાલ શોભનાબેનને સદભાવના વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા હતા.

19 નવેમ્બરે સુરતના વેલજા શિરડી ધામ સોસાયટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં 65 વર્ષીય વૃદ્ધ માતાને પેસેજમાં બંધ કરી તાળુ મારીને એક મહિનાથી પુત્ર ફરાર થઈ ગયો હતો. જો કે વુમન ઈમ્પ્રૂવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટને આ વાતની જાણ થતા તેઓ સોસાયટી પર પહોંચ્યા હતા. વૃદ્ધાને પેસેજમાંથી બહાર કાઢીને ઉતરાણ પોલીસ મથકે લઈ જવાયા હતા. ઉતરાણ પોલીસે તેમના પુત્રને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. પોલીસ પૂછપરછમાં પુત્રએ કબૂલાત કરી કે, તે હીરાના કારખાનામાં નોકરી કરે છે. ઘર પર લોન હોવાથી તે માતાને છોડીને જતો રહ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola