Hun To Bolish : હું તો બોલીશ : ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?

Continues below advertisement

ભાવનગર જિલ્લામાં પણ ડમ્પરનો કહેર યથાવત છે. ઘોઘા તાલુકાના હાથબથી લાખણકા રોડ ઉપર ડમ્પર ચાલકે બે લોકોને કચડ્યા. આ દુર્ઘટનામાં નેપાળ દેશના શ્રમિક સાન્તબહાદુર કામી અને મહેન્દ્ર દમાઈનું મોત થયું છે. ડમ્પર ચાલક રેતી ભરીને પૂરપાટ ઝડપે ડમ્પર ચલાવી રહ્યો હતો. એ સમયે આ બાઈક ચાલક બંને યુવક ઉપર ડમ્પર ચડાવી દીધું. ભાવનગર જિલ્લામાં યમરાજની માફક ફરતા ડમ્પરના કારણે 10 દિવસમાં 11 નિર્દોષ લોકોના મોત થયા છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ, આરટીઓ વિભાગ, ખનીજ વિભાગ તમાશો જોઈ રહ્યું છે. 

ડમ્પર ચાલકની બેદરકારીથી ગારિયાધારમાં 2 નિર્દોષોએ જીવ ગુમાવ્યો. શુક્રવારે રાત્રે નવાગામ તરફના રોડ પર જયદીપ કન્સ્ટ્રક્શન લખેલુ ડમ્પર રોડ પર પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર જ ઉભુ રાખતા બાઈક અથડાયુ. જેમાં બાઈક સવાર સાહિલ ધોળકીયા અને જયદીપ ધોળકીયા નામના બે કૌટુંબિક ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. ગારીયાધારથી દવાખાનાનું કામ પતાવીને બંન્ને કૌટુંબિક ભાઈઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જ રોડ પર કાળ બનીને ઉભેલ ડમ્પર સાથે અથડાતા બંન્નેના મોત નિપજ્યા. સમગ્ર મામલે ગારીયાધાર પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે ઘટનાને 24 કલાકથી પણ વધુ સમય વિત્યો હોવા છતા હજુ સુધી આરોપી ડમ્પર ચાલક પોલીસ પકડથી દુર છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram