Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?

Continues below advertisement

અમરેલીમાં બાબરા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પર આવતા નશેડીઓ વિરુદ્ધ પોલીસમાં મામલતદારે લેખિતમાં અરજી કરી. મામલતદારનું કહેવું હતું કે, જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની કામગીરી કરતા ઓપરેટરો સામે આવારા તત્વો કેફી પીણું પીને ધાક ધમકી આપે છે. 

હવે દારૂબંધીની મજાક ઉડાવતા બે દ્રશ્યો જોજો. નવસારી અને ખેડાના. નવસારીના ઇટાળવા ચોકડીથી બીઆર ફાર્મ તરફ જતા રસ્તા પર નશાની હાલતમાં રસ્તા પર પડેલા યુવાનનો આ વીડિયો વાયરલ થયો છે. નશામાં ધૂત યુવક રસ્તા વચ્ચે જ સૂઈ ગયો હતો. રસ્તા વચ્ચે પડેલો જોઈને સ્થાનિકોએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો અને સુરક્ષિત સ્થળે ખસેડ્યો. જો કે, થોડોક ભાનમાં આવી આ દારૂડિયાએ ફરી દારૂ પીવાની માંગ કરી. આવી જ સ્થિતિ ખેડાના કપડવંજમાં જોવા મળી. ધોળા દિવસે નશામાં ધૂત એક આધેડ રોડ પર સુઈ ગયા. નશામાં માર્ગ પર સુતેલા વ્યક્તિને લોકોએ જગાડ્યો. આ વીડિયો કપડવંજ શહેરના લાયન્સ કલ્બથી દાણા રોડને જોડતા વિસ્તારનો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram