Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
આજકાલ વાહન ચાલકો પેટ્રોલમાં પાણી આવતું હોવાની ફરિયાદ કરે છે..અને એની પાછળું કારણ છે E20 એટલે કે 20% ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ...શેરડીમાંથી બનતા અલગ અલગ તત્વોમાંથી ઈથેનોલ બનાવીને પેટ્રોલમાં બ્લેન્ડ કરવામાં આવે છે...પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેરવાનો વાહનચાલકો સતત વિરોધ કરી રહ્યા છે..વાહન ચાલકોની સાથે સાથે પેટ્રોલપંપ માલિકો પણ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી નુક્સાન જઈ રહ્યું હોવાનો દાવો કરી રહ્યા છે...વાહનચાલકો કહી રહ્યા છે કે 20 ટકા ઈથેનોલ વાળા પેટ્રોલથી વાહનની ટાંકી બગડી રહી છે..તો સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડીલર એસોસિયેશને સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે.સરકારે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો, એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું ઇથેનોલ મિક્સ કરવું. આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે. એને લઈને વિવાદો ઊભા થયા..1 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાની યોજનાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. આ યોજના હેઠળ દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવામાં આવી રહ્યું છે.
જો કે એક્સપર્ટ્સનો દાવો છે કે, 2023 પછીના BS-6 એન્જિન E20 ફ્યૂઅલ માટે સંપૂર્ણ સુસંગત છે, જોકે 2020થી 2023ની વચ્ચેના એન્જિન માત્ર 10% ઇથેનોલ બ્લેન્ડ (E10) માટે સુસંગત હતા. 2020 પહેલાંના એન્જિનમાં E20 ફ્યૂઅલનો ઉપયોગ ફ્યૂઅલ સપ્લાય સિસ્ટમ અને પાઇપ્સને નુકસાન પહોંચાડી શકે છે. આવા એન્જિનના માલિકોએ વાહન ઉત્પાદકોની સલાહ લેવી જરૂરી છે, કારણ કે અયોગ્ય ફ્યૂઅલનો ઉપયોગ એન્જિનની વોરંટીને અસર કરી શકે..ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં ઘણી ઓછી હોય છે. લગભગ 65 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ એકલું ઇથેનોલ વેચાય છે. જો 20 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ, જોકે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી હતી.
આટલું જ નહીં, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂનાં વાહનોને નુકસાન કરતું હોવાના પણ ઘણા દાવા થયા હતા. જે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યું હોય એ BS6 પ્રકારનાં વાહનોના એન્જિન માટે યોગ્ય ગણવામાં આવ્યું છે, પરંતુ BS6 પ્રકારના એન્જિન મોટે ભાગે 2018 પછી મેન્યુફેક્ચર થયેલાં વાહનોમાં જ આવે છે, જ્યારે આ પહેલાં બનેલાં વાહનોમાં E20 ફ્યૂઅલ વાપરવામાં આવે તો વાહનના એન્જિનને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત વાહનની માઇલેજ પણ ઓછી થાય છે. આ વાતને લઈને પણ વાહનચાલકોમાં રોષ છે.