Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
જૂનાગઢ જેલમાં બંધ એક બુટલેગરના વાયરલ થયેલા પત્રથી ખળભળાટ મચી ગયો .... વાયરલ થયેલા આ પત્રમાં બુટલેગરે એક ધારાસભ્યને ગણાવી દીધા દારૂના ધંધાના ભાગીદાર..... આ પત્રમાં ઉલ્લેખ કરાયો કે ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાથે મળીને 13થી વધુ વખત દારુ મંગાવ્યો છે.... આટલું જ નહીં પત્રમાં 29 લાખના હિસાબનો પણ ઉલ્લેખ કરાયો.... આ સાથે એવો પણ ઉલ્લેખ કરાયો કે જામીન મળે એટલે દારૂના ધંધાનો હિસાબ સમજી લઈશું.... આ કથિત પત્ર બુટલેગર ભગા જાદવનો હોવાનો દાવો થઈ રહ્યો છે.... જેને તાજેતરમાં SMCએ દરોડો પાડી ઝડપી લીધા બાદ જેલ હવાલે કરી દીધો.... પત્ર લખનાર ભગા જાદવ સામે દારૂના 10થી વધુ કેસો નોંધાયા છે.... થોડા દિવસો પહેલા ગીર ગઢડાના બેડિયા ગામે વાડીમાં બનાવાયેલા ભોયરામાં દારુ હોવાની માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો..જો કે ધારાસભ્યએ પોતાની પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા અને આ પત્ર જૂનાગઢ જેલના તત્કાલિન જેલર હરસુખ વાળાના ઈશારે વાયરલ કરાયાનો આરોપ લગાવ્યો.. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આરોપ લગાવ્યા કે તત્કાલિન જેલર હરસુખ વાળા વિરૂદ્ધ ગૃહ વિભાગમાં રજૂઆત કરતા જેલરે મને ફોન પર ધમકી આપી હતી.. જેલર અને બુટલેગરની જૂનાગઢ જેલમાં મીલીભગત ચાલતી હોવાનો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આરોપ લગાવ્યો..તો જૂનાગઢ જેલના તત્કાલિન જેલર હરસુખ વાળાએ પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા..