Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
સુરતના કામરેજ પાસે તાપી બ્રિજ જર્જરિત બનતા તેનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે...અને આ ડાયવર્ઝન પર ટોલ ટેક્સ વસૂલવામાં આવતા વાહનચાલકોમાં આક્રોશ છે....તાપી બ્રીજ પર એક્સપાન્શન જોઇન્ટ છેલ્લા દોઢ વર્ષથી ક્ષતિગ્રસ્ત થયો હતો...ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું....સમારકામ માટે 40થી 45 દિવસનો સમય લાગી શકે તેમ છે...એટલે આ બ્રિજ બંધ કરી વૈકલ્પિક માર્ગ તરીકે કીમ ચાર રસ્તાથી મોટી નરોલી ગામ અને પલસાણાના એના ગામ પાસે ઉતરતા નેશનલ એક્સપ્રેસ વે 4 પર ડાયવર્ઝન આપવામાં આવ્યું....જ્યારે આ વૈકલ્પિક માર્ગ શરૂ કરાયો ત્યારે કહેવાયું હતું કે, ટોલ લેવામાં આવશે નહીં....ત્યારે સુરત જિલ્લા પોલીસ વડાએ જે કીધું હતું તે સાંભળી લઈએ...