Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?

Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?

સુરત જિલ્લાના ખેડૂતો છેલ્લા દોઢ વર્ષથી સુરત જિલ્લામાંથી પસાર થતી વીજ લાઈનનો વિરોધ કરી રહ્યા છે...આ વીજ લાઈન પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને સ્તરલાઈન નામની કંપની મારફતે નાખવામાં આવી રહી છે...આ વીજ લાઈન પૈકી એક લાઈન કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી....બાકીની અન્ય લાઈન માંડવાળથી નવસારી....અમદાવાદથી વટામણ અને દક્ષિણ ઓલપાડથી મહારાષ્ટ્રના બોઈસર સુધી નાખવામાં આવી રહી છે...આમ સુરત જિલ્લામાંથી કુલ 4 વીજ લાઈન પસાર થનાર છે....ખેડૂતોનો આરોપ છે કે, કોઈ પણ જાતની જાણ કર્યા વગર સર્વે શરૂ કરી દીધો અને ખેતરોમાં લાઈન નાખી દીધી...જેના વળતરને લઈને ખેડૂતો આજ સુધી વિરોધ કરી રહ્યા છે....

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola