
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?
અમદાવાદના વસ્ત્રાલની શાશ્વત 2 સોસાયટી આગળ ગુંડાતત્વોએ એવું તોફાન મચાવ્યું કે, દ્રશ્યો જોઈને લાગે જ નહીં કે આ સુરક્ષિત અમદાવાદના દ્રશ્યો છે. જે સામે આવ્યું તેના પર આ ગુંડાઓ વાર કરી રહ્યા છે. અને આ ગેંગવોરના શિકાર બન્યા નિર્દોષ નાગરિકો.
પાણીપુરીની લારી રાખવા બાબતે પંકજ ભાવસાર અને સંગ્રામ વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી. અને આ લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. ત્યારે બીજી ગેંગના લોકો ન મળતા જે સામે આવ્યું તે બધાને આ ગુંડાઓએ ઢોર માર માર્યો. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા. બે રાહદારીઓને તો તલવાર મારીને ઈજાગ્રસ્ત કર્યા. જેમાં એક કાર ચાલકને માથામાં તલવાર વાગી. જ્યારે દુકાનો અને 10થી 15 વાહનોમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો. ગુંડાઓના આતંક બાદ પોલીસ એક્શનમાં આવી. તાત્કાલિક કાર્યવાહી કરીને રાત્રે જ 14 ગુંડાઓની ધરપકડ કરવામાં આવી. અને કેટલાકને મેથી પાક પણ ચખાડ્યો