Hun To Bolish : હું તો બોલીશ : ગોતી લો !

અમરેલીના બાયપાસ રોડ પર અકસ્માત સર્જનાર પોલીસની જીપમાંથી દારૂની બોટલ મળી આવી. આરટીઓ કચેરી પાસે પોલીસની બોલેરો જીપ ટ્રક સાથે અથડાઈ હતી.બોલેરોમાં હંગામી ડ્રાઈવર ચિંતન મેરિયા હાજર હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ચિંતન મેરિયા વાહન મૂકીને ફરાર થઈ ગયો. વાહનની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. સ્થાનિકોએ ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સિટી પોલીસને ઊંડાણપૂર્વક તપાસ કરવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે...ચિંતન મેરિયા હંગામી ડ્રાઈવર છે. જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ જોવા મળી હતી. તેને લઈ અમરેલી SOGની ટીમ જાફરાબાદ ગઈ હતી. ત્યારબાદ SOGની ટીમને પરત ઉતારી ડ્રાઈવર સાવરકુંડલા અમરેલી બાયપાસ પર આવી રહ્યો હતો. ત્યારે બંધ પડેલા ટ્રક પાછળ ગાડી અથડાવતા ગાડીનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. ઘટના બન્યાને 20 કલાક ઉપર થયા પણ હજુ આ ડ્રાઈવર પકડાયો નથી. માત્ર બરતરફ કરવામાં આવ્યો છે...જો કે, સવાલ એ છે કે, મધરાતે પાયલ ગોટીને પકડનાર અમરેલીની જાંબાઝ પોલીસ કેમ હજુ આ ડ્રાઈવરને પકડી શકી નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola