Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે યાત્રાધામમાં હાથ ધરી છે સાફ- સફાઈ ઝુંબેશ. પ્રથમ જ્યોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવ અને ભગવાન દ્વારિરાધીશની નગરી એવી દ્વારકાના કિર્તી સ્તંભથી જગત મંદિર તરફ જતા માર્ગ પર બુલડોઝર ફેરવી દેવાયું. આજે વહેલી સવારથી સોમનાથમાં ઈતિહાસનું સૌથી મોટુ ડિમોલીશન હાથ ધરાયું. અહીં બે દિવસ સુધી પ્રશાસનનું બુલડોઝર ફરી વળશે. સોમનાથમાં દબાણ હટાવી 15 હેકટર જમીનને ખૂલ્લી કરવામાં આવી. આ તરફ દ્વારકામાં કિર્તી સ્તંભથી જગત મંદિર જતા માર્ગ પર 200થી વધુ દબાણ હટાવી રસ્તો ખૂલ્લો કરાયો.
સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન. 9 ધાર્મિક સ્થળ અને 45 નાના મોટા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું..અંદાજે 300 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ. મોડી રાતથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. 36થી વધુ JCB.. 50 ટ્રેક્ટર.. 3 હિટાચી મશીન સાથે પ્રશાસનની ટીમ દબાણો તોડવા પહોંચી...ત્રણ એસપી...10 ડીવાયએસપી..35 PI...70 PSI...7 SRPની ટુકડી સહિત 1400 પોલીસ કર્મચારી બંદોબસ્તમાં જોડાયા...દબાણ હટાવવી વખતે પ્રશાસને કલમ 163 લાગુ કરી ચારથી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો...સોમનાથ મંદિર અને નવા બનેલા સર્કિટ હાઉસની પાછળના ભાગે દબાણો દુર કરાયા..વેરાવળ હાઈવે આસપાસ તેમજ સેન્ટ મેરી સ્કૂલ નજીક ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું..દબાણો હટાવવા વખતે કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો...આ દરમિયાન 135 લોકોની અટકાયત કરાઈ..જિલ્લા કલેક્ટર દિગ્ગવિજયસિંહ જાડેજા અનુસાર, 20 દિવસ પહેલા નોટિસ અપાઈ હતી..પરંતુ દબાણ ન હટાવાતા અંદાજે 300 કરોડની કિંમતની 100 એકર જગ્યા ખાલી કરાવાઈ..