Hun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!

Continues below advertisement

ગરબા પ્રેમી ગુજરાતીઓ માટે આવ્યા છે ખુશીના સમાચાર. રાજ્યમાં આ વર્ષે મોડી રાત્રીના 12 વાગ્યા સુધી ગરબા રમી શકાશે.. નિયમો અને દેશની સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન થાય અને રાત ભર ગરબા રમી માની આરાધના પણ થઈ શકે તેવું આયોજન હાલ વિચારણા હેઠળ છે.  રાત ભર ગરબા ચાલે તે મુદ્દો વિચારાધીન હોવાના અન્ય કોઈ નહીં પણ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંકેત આપ્યા છે.. આમ તો ગરબા એ ગુજરાતીઓની ઓળખ અને સંસ્કૃતિ છે. જોકે આ અંગે કોઈ અધિકારીક જાહેરાત થઈ નથી. ગુજરાતમાં જે રીતે લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે માનવ સહજ ઢીલ આપવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધી તો રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની છૂટ છે. ગૃહરાજ્યમંત્રી સંઘવીએ કહ્યું કે તહેવારોમાં લોકોનો ઉત્સાહ જળવાઈ રહે તેમજ વેપારીઓને રોજગારી મળી રહે તે માટે મોડે સુધી ગરબાનું આયોજન થાય તેવી સરકારની વિચારણા છે. જોકે લોકોના ઉત્સાહ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી રીતે આયોજનની છૂટ અપાશે. રાત્રીના 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર તો પ્રતિબંધ જ રહેશે. અન્ય કોઈ નાગરિકોને સમસ્યા ન થાય તે માટે ગરબાનું આયોજન થતું હોય તો તેને કાયદાની મર્યાદામાં રહીને છૂટછાટ આપવા સૂચના અપાઈ છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram