Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'
12 વર્ષ પહેલાં 16 ડિસેમ્બર, 2012માં દિલ્હીમાં પેરામેડિકલની વિદ્યાર્થિની નિર્ભયા સાથે 6 નરાધમે ગેંગરેપ અને અમાનવીય કૃત્ય આચર્યું હતું. બરોબર 12 વર્ષ બાદ 16 ડિસેમ્બર આવી જ ગુજરાતને શરમમાં ડૂબાડતી એક ઘટનાએ 'નિર્ભયાકાંડ'ની યાદ અપાવા દીધી છે. સોમવારે સાંજે ભરૂચના ઝઘડિયામાં નરાધમે 10 વર્ષની માસૂમ સાથે એક મહિનામાં 2 વખત રાક્ષસી કૃત્ય આચરી. ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતાં તે હાલ વડોદરાની હોસ્પિટલમાં ICUમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. શ્રમજીવી પરિવારની આ બાળકીને પાડોશી વિજય પાસવાન ઉઠાવીને ઝાડીઓમાં લઈ ગયો. બાળકી પર દુષ્કર્મ આચરી તેને ત્યાં જ છોડીને ભાગી ગયો. લોહીલુહાણ હાલતમાં બાળકી ઢસડાતા-ઢસડાતા પોતાના ઘર પાસે પહોંચી. ઘરકામ કરતી માતાએ બાળકીની ચીસો સાંભળતા તે દોડી આવી અને અન્ય પાડોશીઓની મદદથી બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ. બાળકીની ઈજા જોઈ તબીબો પણ ચોંકી ઉઠ્યા. ફરિયાદ નોંધાતા જ પોલીસે મૂળ ઝારખંડના વિજય પાસવાનને ઝડપી લીધો છે. નરાધમ વિજય પાસવાનને આજે રજૂ કરાયો કોર્ટમાં. કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે...આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે. ઝારખંડની બાળકી સાથે હેવાનિયતની આ ઘટનાને લઈ ઝારખંડ સરકાર પણ હરકતમાં આવી છે..હેમંત સોરેન સરકારના મંત્રી દીપિકા પાંડે સિંઘ વડોદરા પહોંચી બાળકીના પરિવારજનોને મળ્યા અને 4 લાખની આર્થિક સહાય આપી. તેમનું કહેવું હતું કે, અન્ય રાજ્યમાં સારવારની જરૂર પડી તો બાળકીને એરલિફ્ટ પણ કરીશું..દીપિકા પાંડેએ ગુજરાત સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા.. તેમનું કહેવું છે કે, ઝારખંડના પ્રવાસી મજૂરો ગુજરાતમાં સુરક્ષિત નથી. એટલું જ નહીં. તેમનું તો એવું પણ કહેવું છે કે, જો ઝારખંડના મજૂરો અહીંથી જતા રહ્યા તો ગુજરાતના ઉદ્યોગો ઠપ થઈ જશે..