ABP News

Hun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?

Continues below advertisement

નફ્ફટાઈની તમામ હદો વટાવીને નરાધમોએ મહિલાઓની સારવારના વીડિયો કરી દીધા અપલોડ. યુ-ટ્યુબ, ટેલિગ્રામ પર મહિલાઓની ગાયનેકની સારવારના વીડિયો અપલોડ કર્યા. મેગા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ પર મહિલાઓની સારવારના આ આપત્તિજનક વીડિયો અપલોડ કરવામાં આવ્યા. એક ગાયનેક હોસ્પિટલના લેબર રૂમના વીડિયો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યુ. જે વીડિયોમાં ગુજરાતી ભાષા અને કાઠીયાવાડી બોલીની વાતચીત થઈ રહી હોય તેવો અવાજ પણ સાંભળવા મળતો હતો. સારવાર દરમિયાન મહિલા દર્દી કોઈ ડોક્ટર અમિત સાથે વાત કરતી હોય તેવુ પણ વાયરલ વીડિયોમાં અવાજ સાંભળવા મળ્યો.. નર્સિંગ સ્ટાફ મહિલાઓનું ચેકઅપ કરતા હોય તેવુ સીસીટીવીમાં કેદ થયું. 

મેડિકલ જગત પર કાળો ધબો લગાડે તેવું રાજકોટમાં લાંછન લાગ્યું છે. પાયલ મેટરનિટી હોસ્પિટલના ગર્ભવતી મહિલાની તપાસ કરતા હોવાના વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram