ABP News

Hun To Bolish : હું તો બોલીશ : વરદી સેવા માટે કે રૂપિયા કમાવવા માટે?

Continues below advertisement

અઢી વર્ષ પહેલા જ્યારે પોલીસ ભરતી પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એક નામ ચર્ચામાં હતું મેહુલ ભરવાડનું. આ એ જ ભાઈ છે જેણે જાત મહેનતે કોઈ પણ ટ્યુશન વગર PSIની પરીક્ષા પાસ કરીને આખા ગુજરાતમાં 5મો રેન્ક મેળવ્યો હતો. અને હવે આ મહાશય એક લાખ રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા. પંચમહાલના હાલોલ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતા પ્રોબેશન PSI મેહુલ ભરવાડે ફરિયાદી પાસેથી મારપીટ અને હેરાન નહીં કરવા મુદ્દે અઢી લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ત્યારબાદ આરોપીએ PSIને એક લાખ રૂપિયાની સગવડ થઈ ગઈ હોવાનું જણાવતા મેહુલ ભરવાડે રૂપિયા લઈ આવવાનું કહ્યું. આરોપી રૂપિયા આપવા ન માંગતા હોવાથી ACBને જાણ કરી. ACBએ છટકું ગોઠવ્યું અને આ મહાશય પકડાઈ ગયા. આ મુદ્દે ACB એ PSI મેહુલ ભરવાડને હાલોલ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

રાજકોટમાં એસીબીના છટકામાં ઝડપાયો લાંચિયો રેલવે પોલીસકર્મી.. મોબાઈલ ચોરીના કેસમાં ફરિયાદના ભાઈને હેરાનગતિ નહી કરવા. સાથે જ ચાર્જશીટ રજુ કરવા રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ મુંધવાએ 10 હજારની લાંચની માગ કરી હતી. જે અંગે ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ છટકુ ગોઠવીને રાજકોટ રેલવે સ્ટેશનના તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર બહારથી લાંચિયા હેડ કોન્સ્ટેબર વેલા મુંધવાને ઝડપી પાડ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram