Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલ
Continues below advertisement
મહેસાણા જિલ્લાના નવી શેઢાવી ગામના અપરણિત યુવકની નસબંધીના કેસમાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો. તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ પીડિત યુવકના ઘરે પહોંચી. આરોપ છે કે, ગામના એજન્ટ સાથે મળી આરોગ્ય વિભાગનો એક કર્મચારી યુવકને અડાલજની હોસ્પિટલ લઈ ગયો. જ્યાં તેનું ઓપરેશન કરાવી નાખ્યું. નસબંધીના ઓપરેશન પહેલા પરિવારની સહમતિ લેવી પડે છે. કેટલા સંતાનો છે તેની પણ ખાતરી કરવાની હોય છે. પરંતુ અહીં તો દારૂ પીવડાવવાની લાલચ આપી યુવકનું ઓપરેશન કરી નખાયું. હાલ ઓપરેશન કરનાર કર્મચારી અને એજન્ટનો કોઈ પત્તો નથી. અડાલજના આરોગ્ય કેન્દ્રમાં 29 નવેમ્બરે 16 ઓપરેશન થયા. આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ અધિક્ષકનું કહેવું છે કે, ઓપરેશન માટે માત્ર આરોગ્ય કેન્દ્રના થિયેટરનો ઉપયોગ કરાયો..ઓપરેશન તો ખાનગી તબીબે કર્યું હતું.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'