Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?

Continues below advertisement

ભાવનગર જિલ્લાના લાખણકામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનારા શિક્ષકની આખરે પોલીસે અટકાયત કરી. ધો. 5ની વિદ્યાર્થિનીની સાથે શિક્ષક રમેશભાઈએ કર્યા હતા અડપલા. લાખણકા ગામના લોકો બે દિવસથી શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં. જો કે, પોલીસે ફરિયાદ નોંધવાના બદલે માત્ર અરજી લેતા ગ્રામજનોએ વિરોધ કર્યો. ગ્રામજનોએ બુધવારે એક પણ વિદ્યાર્થીને શાળાએ ન મોકલી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના વિરોધ બાદ અંતે શિક્ષક સામે ગુરૂવારે ગુનો નોંધાયો. આજે શુક્રવારે પોલીસે શિક્ષકની અટકાયત કરી. જેના મેડિકલ પરીક્ષણ બાદ ધરપકડ કરાશે.

બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામની સરકારી પ્રાથમિક શાળા. અહીં હેવાન બનેલા શિક્ષકે ધોરણ 3માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને એવો તો માર માર્યો કે સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો. પિતાનો આરોપ છે કે સોમવારે તેનો પુત્ર શાળાએ ગયો હતો. આ સમયે અક્ષર સારા ન થતા શાળાના આચાર્ચ ચિંતનભાઈ ચૌધરી અને શિક્ષિકા મનિષાબેને તેના પુત્રને ઢોર માર માર્યો. પિતાએ તો એવો આરોપ પણ લગાવ્યો કે શિક્ષિકા અંગે જ્યારે શાળાના આચાર્યને ફરિયાદ કરી તો ઉશ્કેરાઈ ગયા અને ગાળો બોલી બાળકની LC લઈ જવા કહ્યું. એબીપી અસ્મિતા પહોંચ્યું તો પ્રથમ આચાર્ય અને શિક્ષકે દાવો કર્યો કે માર મારવાની કોઈ ઘટના જ બની નથી. આ બધુ ખોટી રીતે ઉપજાવી કઢાયું છે. જોકે બીજા દિવસે એટલે કે ગુરૂવારના શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram