Hun To Bolish: હું તો બોલીશ: જાહેરાત થઈ, ચૂકવણું ક્યારે?

Continues below advertisement

ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું એક હજાર 419 કરોડનું રાહત પેકેજ. 20 જિલ્લાના 7 લાખથી વધુ ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. જોકે, આ સહાય ઓગસ્ટમાં અતિ ભારે વરસાદના કારણે થયેલા ખેતી પાકને નુકસાન માટે છે..ઓગસ્ટ મહિનામાં પંચમહાલ, નવસારી, સુરેંદ્રનગર, દ્વારકા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ,ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ, છોટાઉદેપુર અને ખેડા જિલ્લાના  136 તાલુકાના 6812 ગામના ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન થયું હતું..33 ટકા કે તેથી વધુ બિન પિયત ખેતી પાકોને નુકસાન માટે પ્રતિ હેક્ટર 11 હજાર. જ્યારે પિયત પાકોને નુકસાન માટે પ્રતિ હેક્ટર 22 હજારની સહાય ચુકવાશે. તો, 33 ટકા કે તેથી વધુ બાગાયતી પાકોને નુકસાન માટે પ્રતિ હેક્ટર લેખે 22 હજાર 500ની સહાય અપાશે. 1419.62 કરોડના આ પેકેજમાં SDRF અંતર્ગત 1097.31 કરોડ અને રાજ્ય સરકારના બજેટમાંથી 322.23 કરોડની ફાળવણી કરાશે. ઓગષ્ટમાં વરસેલા વરસાદમાં કુલ 33 ટકાથી વધુ નુકસાની કુલ 8.83 લાખ હેકટર જમીનમાં થયું. આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે 7 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી ખેડૂતની સાતબાર, બેન્ક એકાઉન્ટની વિગત, અને આધાર નંબર સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram