Hun To Bolish | હું તો બોલીશ | આજ કા MLA
ગાંધીનગર પોલીસ ભવનનો ઘેરાવ કરી કૉંગ્રેસે મચાવ્યો હલ્લાબોલ. કારણ હતું... IPS રાજકુમાર પાંડિયન અને કૉંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વચ્ચે અગાઉ થયેલી બોલાચાલી. IPS રાજકુમાર પાંડિયન સામે કાર્યવાહી કરવાની માગ સાથે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા પોલીસ ભવને.જો કે, અહીં પોલીસે ગોઠવી દીધો હતો લોખંડી બંદોબસ્ત. આખરે DGP વિકાસ સહાય કૉંગ્રેસના નેતાઓને મળ્યા. અડધા કલાક સુધી ચાલેલી બેઠકમાં કૉંગ્રેસના નેતાઓએ IPS રાજકુમાર પાંડિયને કરેલા વર્તનને લઈ વિરોધ નોંધાવ્યો અને તેમને સસ્પેન્ડ કરવાની માગ કરી. જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારાઈ. કચ્છમાં દલિતોની જમીનો પર દબાણ મુદ્દે કચ્છ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી 15 ઓક્ટોબરે IPS રાજકુમાર પાંડિયનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ સમયે IPS રાજકુમાર પાંડિયને ફોન બહાર મુકવાનું કહી. ગેરવર્તન કર્યાનો મેવાણીનો આરોપ છે.