Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

Continues below advertisement

વિદેશ જવાની ઘેલછા લોકોમાં એટલી વધી છે.. તેઓ પોતાના જીવની પણ પરવાહ નથી કરતા. વધારે કમાવવાની લાલચમાં લોકો પોતાની સાથે પરિવારને પણ જોખમમાં મૂકતા અચકાતા નથી. જે બની બેઠેલા એજન્ટો છે.. તે આવા જ પરિવારને નિશાન બનાવે છે.. વિદેશમાં બંદક બનાવે.. પણ લાખો. કરોડો રૂપિયાની માગણી કરે. આ વખતે આણંદની ફસાયેલી યુવતીઓ માટે  ઓપરેશન મહીસાગર 2.0 સફળ રહ્યું. 

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની બે યુવતીઓ ભોગ બની...  બે યુવતીઓને એજન્ટ દ્વારા થાઇલેન્ડમાં સારી નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી. એજન્ટની વાતોમાં આવીને યુવતીઓએ ઓનલાઇન વિઝા મેળવ્યા અને વિદેશ જવા રવાના થઈ..... જોકે, વિદેશની ધરતી પર પહોંચતા જ એજન્ટોએ કપટપૂર્વક આ બંને યુવતીઓને થાઇલેન્ડને બદલે લાઓસ દેશમાં મોકલી આપી. ત્યાં પહોંચતા જ સ્થાનિક શખ્સોએ યુવતીઓ પાસેથી તેમના પાસપોર્ટ સહિતના તમામ કિંમતી દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ્સ બળજબરીપૂર્વક આંચકી લીધા હતા અને તેમને બંધક બનાવી દીધી. 

પરિવારને જાણ થતા જ પરિવારે સાંસદ મિતેશ પટેલનો સંપર્ક કર્યો. સાંસદ મિતેશ પટેલે માતા-પિતા પાસેથી તમામ વિગતો મેળવી એક્સટર્નલ અફેર્સ કમિટીને મોકલી... દીકરીઓ લાઓસમાં હોવાની જાણ થતા જ વિદેશ મંત્રાલય અને લાઓસ ખાતે આવેલી ભારતીય એમ્બેસી તાત્કાલિક હરકતમાં આવી. પહેલા દિવસે ત્યાથી દીકરીઓ ન મળી. જો કે ત્યારબાદ મિલેટ્રી સાથે તપાસ કરતા સર્ચ કરવામાં આવ્યું.. જ્યાંથી બંને દીકરીઓ હેમખેમ મળી આવી.. ઓપરેશન મહીસાગર 2.0' હેઠળ બંને યુવતીઓનું સફળ રેસ્ક્યુ કર્યું 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola