Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પર
વડોદરા શહેરમાં કાળ બનીને દોડી રહેલા ડમ્પરે વધુ એક યુવકનો ભોગ લીધો. ગઈકાલે રાત્રે અમિત મકવાણા નામનો યુવક બાઈક પર સમા કેનાલ પાસેના મુખ્ય રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું. સમા પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરી ડમ્પર જપ્ત કર્યું છે. મૂળ દાહોદનો અમિત મકવાણા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં પત્ની અને 3 બાળકો છે. અમિતનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતકના પરિજનોએ માગ કરી કે, ડમ્પરચાલકની સાથે તેના માલિક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે અને નોંધારા બનેલા પરિવારને આર્થિક સહાય આપવામાં આવે.
વડોદરામાં સાવલી વિશ્વામ ગૃહ પાસે ડમ્પરે એક નિર્દોષનો ભોગ લીધો.. રસૂલપુરમાં રહેતા 46 વર્ષના કાલિદાસ નાનજીભાઈ વહેલી સવારે પોતાની બાઈક પર નોકરીએ જઈ રહ્યા હતા...ત્યારે બેફામ ડમ્પરે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું...