Hun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ

Continues below advertisement

2 ડિસેમ્બરે કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી. જોકે 4 ડિસેમ્બરે આ સમગ્ર મુદ્દો સામે આવ્યો હતો, જેમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. EDની આ નકલી ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપી સામેલ છે. જેમાંથી આરોપી નંબર 3 અબ્દુલ સતાર માંજોઠીનું કનેક્શન આમ આદમી પાર્ટી સાથે હોવાનું ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા રાજનીતિ ગરમાઈ છે. હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટમાં દાવો કર્યો કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના નેતાએ EDની નકલી ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યાં. કચ્છમાં ઝડપાયેલી EDની નકલી ટીમનો કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો. આ છે કેજરીવાલના ચેલાનાં કરતૂતનો ખરો પુરાવો. તો બીજી તરફ આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ નકલી ED મુદ્દે ઝડપાયેલા આરોપીનો ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો પોસ્ટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો. સાથે હર્ષ સંઘવીને પૂછ્યું છે કે, આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે એનો જવાબ આપો. તો બીજી તરફ પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે કે, આરોપી અબ્દુલ સતાર માંજોઠી પોતાની ગેરકાયદે પ્રવૃત્તિનાં જે નાણાં આવતાં હતાં એનો AAPના કાર્યક્રમમાં ઉપયોગ કરતો હતો. પોલીસ આ મુદ્દે આગામી સમયમાં AAPના નેતાઓની પણ પૂછપરછ કરી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram