Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

Continues below advertisement


ખાડીપુરનું પોસ્ટમોર્ટમ: હકીકત એ છે કે ખાડીપુર પ્રશાસનનું પાપ છે. આજે જે વીડિયો અને તસવીરો સામે આવી છે, તેમાં ખાડીની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાડી અહીં પહોળી છે, પરંતુ આગળ જતા તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. બંને બાજુ આર.સી.સી.ના બાંધકામો ઊભા થઈ ગયા છે અને ખાડીની વચ્ચે પણ નિર્માણો થઈ ગયા છે. હવે સવાલ એ છે કે બંને બાજુ બાંધકામો થઈ ગયા પછી પાણી વહેવા માટે જગ્યા ક્યાં રહી?

ડ્રોનથી લેવામાં આવેલા વીડિયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે ખાડીની બંને તરફ મોટા પાયે પુરાણ કરવામાં આવ્યું છે. ખાડીનો કુદરતી પ્રવાહ જાણે બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે. ખાડીની વચ્ચે બાંધકામો થઈ ગયાં છે. કોને અને કેવી રીતે આ બાંધકામોની પરમિશન આપવામાં આવી? કોના આશીર્વાદથી આ બધું થયું? આ સવાલોના જવાબ સત્તાધીશો અને અધિકારીઓએ આપવા પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola