Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશન

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 72 કલાકમાં ત્રણ એવી ઘટના સામે આવી. જેને ખાખી, ખાદીના દારૂ કનેકશનની પોલ ખોલી. પ્રથમ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ચોટીલાના. અહીં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનું પુત્ર પોતાની કારમાં તાલુકા પંચાયત પ્રમુખનું બોર્ડ લગાવી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા ઝડપાયો. તો બીજી ઘટના છે આણંદના પેટલાદની છે. અહીં એક હેડ કોંસ્ટેબલ પોતાના બુટલેગર મિત્રનો વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં છૂપાવી ખાખી વર્દીને કલંક લાગે તેવું કૃત્ય આચર્યું. જોકે LCBને માહિતી મળતા હેડ કોંસ્ટેબલની ધરપકડ કરી છે. ત્રીજી ઘટના પણ ખેડા જિલ્લાની છે.. કપડવંજમાં વિદેશી દારૂના જથ્થાનો પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરાઈ રહ્યો હતો ત્યારે જ એક GRD જવાન અને એક પોલીસ વાનનો ડ્રાઈવર અને કોંસ્ટેબલ કેટલાક દારૂ-બિયરના જથ્થાને છૂપાવવાનો પ્રયાસ કરતા વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયો બાદ પોલીસે બંને વિરૂદ્ધ માત્ર ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram