Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષા
25 ડિસેમ્બર એટલે આજે સુશાસન દિવસની કરવામાં આવી ઉજવણી. વન વિભાગમાં પસંદગી પામનારા ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિમણૂંક પત્ર એનાયત કરવાના અવસરે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ખરા અર્થમાં અધિકારીઓ કેવી હોય તે મુદ્દે ટકોર કરી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું હસમુખભાઈને યાદ કર્યા. મુખ્યમંત્રીએ હસમુખભાઈ અંગે શું કહ્યું તે સાંભળી લઈએ.
વન વિભાગમાં નિમણૂંક પત્રનો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસ રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ હાજર હોય તે સ્વભાવિક છે. મુકેશ પટેલે નવા નિમણૂંક પામેલા સરકારી કર્મચારીઓને બદલી અંગે શું ટકોર કરી તે પણ સાંભળી લઈએ.
રાજકારણીઓનું આયુષ્ય 5 વર્ષનું અને અધિકારીઓ થાય છે 58 વર્ષે રિટાયર્ડ. ત્યારે મારે શું અને મારૂ શું ભૂલીને અધિકારીઓએ કરવું જોઈએ કામ. આ ટકોર કરી છે પંચમહાલના ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ. અવસર હતો ગોધરા ખાતે નવી રચાયેલી ડેરી, બેંક અને ફિશરીસ કો-ઓપરેટિવ સોસાયટી અને મંડળીઓના ઉદ્ધાટનનો. જેમાં ઉપસ્થિત ધારાસભ્યએ અધિકારીઓને શું સલાહ આપી તે પણ સાંભળી લઈએ.