Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશ
ભરૂચના ઉમલ્લા નજીક ડમ્પર ચાલકે TRB જવાનને અડફેટમાં લેતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું.. અકસ્માત મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં રેત માફિયાઓના કારણે લોકો ભોગ બનતા હોવાની પોસ્ટ મૂકી આક્રોશ ઠાલવ્યો. ઉમલ્લા ખાતે સુમિત વસાવા TRB માં ફરજ બજાવતો હતો.ગતરોજ રાત્રીના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પુર પડપે હંકારી લાવી ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર TRB જવાનને અડફેટમાં લેતાં સુમિત વસાવાને ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો.આ મામલે ઉમલ્લા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે..
ભાજપ સાંસદ મનસુખ વસાવા. જેમણે ફરી ખનિજ માફિયાઓ સામે ફરી માંડ્યો છે મોરચો. નર્મદા. ભરૂચ અને વડોદરા જિલ્લામાં રેત માફિયા બેફામ બન્યાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો.. એટલું જ નહીં. મનસુખ વસાવાએ દાવો કર્યો કે, રેત માફિયાઓ અને અધિકારીઓ વચ્ચે મિલિભગત છે. અને રેત માફિયાઓ અધિકારીઓને લાખોનો હપ્તો પહોંચાડે છે. મનસુખ વસાવાના મતે, ખાણ ખનિજ વિભાગની ટીમ રેત માફિયાઓને પકડવાને બદલે ભગાડી મૂકે છે. કેટલાક રાજકીય નેતાઓની પણ મિલિભગત હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો..