Hun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?

Continues below advertisement

ખોડલધામ અને સરદારધામ.  લેઉવા અને કડવા પાટીદાર સમાજની આ બંને મોટી સંસ્થા વચ્ચેની ખેંચતાણ. શું હવે લોહીયાળ બની ગઈ છે..આ સવાલ ઉઠી રહ્યો છે રાજકોટમાં બનેલી એક ઘટનાને લઈ. વાત એવી છે કે, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર થયો હુમલો. હુમલો કર્યો જૂનાગઢના PI સંજય પાદરિયાએ. જયંતીભાઈ સરધારા ગઈકાલે રાત્રે રાજકોટના મવડી રોડ પર એક પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં પહોંચ્યા હતા. આ સમયે PI પાદરિયાએ તેમના પર હુમલો કર્યો. લોહીલુહાણ હાલતમાં જયંતીભાઈને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. જયંતીભાઈએ દાવો કર્યો કે, PI પાદરિયાએ માથામાં પિસ્તોલ જેવું હથિયાર માર્યું. સાથે જ એવું પણ બોલ્યો હતો કે, સરદારધામના ઉપપ્રમુખ બનીને તમે સમાજ સાથે ગદ્દારી કરી છે. જયંતીભાઈએ આરોપ લગાવ્યો કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram