Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?

 

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું અરણીવાડા ગામ... જ્યાં ખાણ-ખનિજ વિભાગે કર્યું સૌથી મોટું સર્ચ ઑપરેશન...અહીં મોટા પાયે ખનિજ ચોરી થતી હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી...સૌ પહેલાં તો ગ્રામજનોએ ટ્રકો રોકી... ખાણ-ખનિજ વિભાગને જાણ કરી...ખાણ-ખનિજ વિભાગની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી.. તો તે પણ ચોંકી ઉઠી... 125થી વધુ ડમ્પર અને હિટાચી મશીનની મદદથી લઈ જવામાં આવી રહ્યું હતું ખનીજ...બનાસકાંઠા સહિત મહેસાણા.. પાટણ... ગાંધીનગર... અમદાવાદ સહિતના જિલ્લાની ખાણ-ખનિજ વિભાગની ટીમોને બોલાવવામાં આવી...2 પોલીસની ટીમ સાથે 7થી વધુ ટીમોએ સર્ચ ઑપરેશન કર્યું....125થી વધુ ડમ્પરને જપ્ત કરાયા....જે ડમ્પર પકડાયા છે તે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ ઉપરાંત રાજસ્થાન પાસિંગના પણ છે....કાંકરેજના અરણીવાડા નજીક બનાસ નદીના પટમાં અલગ અલગ જગ્યાએ 12થી 13 લીઝ આવેલી છે....જેમાં મોટાભાગની લીઝ પ્રશાસને અગાઉ બંધ કરી દીધી છે....જોકે, રેતી ચોરો આ લીઝ ભાડા પટ્ટે આપી દે છે....જેઓ રોયલ્ટી લીઝની કાઢે છે....અને રેતી બહારથી ભરાવતાં હોય છે....ઓચિંતી તપાસ આવે તો હિટાચી મશીનો બાવળોની ઝાડીમાં સંતાડી દેવામાં આવતા હોય છે....જેથી પ્રશાસનને જાણ ન થાય....આવી રીતે રેતી ચોરી કરી સરકારને ચુનો ચોપડતા હતા...

 

સુરેન્દ્રનગર જિલ્લો... જ્યાં 3 સરપંચ અને એક તલાટીને કરી દેવાયા સસ્પેન્ડ... કારણ હતું... દબાણ અને ગેરકાયદે ખનનની ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન કરવી...જે ત્રણ સરપંચને સસ્પેન્ડ કરાયા તેમાં છે ભેટ ગામના સરપંચ મધુબેન ડુમાણીયા, વેલાળા ગામના સરપંચ જાનબાબેન ખાચર....અખીયાણા ગામના સરપંચ નસીમાબેન મલેક...પાટડી તાલુકાના અખીયાણા ગામમાં દબાણ થયું હતું... જેને લઈ ફરિયાદ થઈ હતી... ઉપરી કક્ષાએથી દબાણ દૂર કરવાનો આદેશ કરાયા બાદ સરપંચે કેટલુંક દબાણ દૂર કરી...ખોટો રિપોર્ટ કરતાં મહિલા સરપંચ નસીમાબેન મલેકને સસ્પેન્ડ કરાયા...તો વેલાળા અને ભેટ ગામમાં ગેરકાયદે ખનન ચાલતું હતું... કાર્યવાહી ન કરાતા આ બંને ગામના સરપંચને પણ સસ્પેન્ડ કરી દેવાયા....સુરેન્દ્રનગરના મૂળી અને થાનમાં તાલુકામાં સૌથી વધુ ખનીજ માફિયા ખનન કરે છે.... સૌથી વધુ કાર્બોસેલ, ચિનાઈ માટી અને પથ્થરોનું ખનન થાય છે....થાન અને મૂળી તાલુકામાં 500થી વધુ ખાડાઓ ખોદી ગેરકાયદે ખનન કરાઈ રહ્યું છે....છેલ્લા ત્રણ મહિનામાં કુલ 22 જેટલા મજૂરો ખનીજ ખોદકામ સમયે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે....વહીવટી પ્રશાસને કુલ 247 જેટલી ફરિયાદો નોંધી છે અને કરોડો રૂપિયાના દંડ માટે ખનીજ વિભાગે નોટીસ પાઠવી છે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram