Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?
Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?
અમદાવાદ હોય....સુરત હોય...વડોદરા હોય કે રાજકોટ...તમામ શહેરોની સરકારી હૉસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.....આવી જ હાલત ખાનગી હૉસ્પિટલોની છે....મુખ્યત્વે ચીકનગુનિયા, ડેન્ગ્યૂ, મેલેરિયા અને વાયરલ બીમારીથી લોકો પરેશાન છે.....પરેશાની ત્યાં સુધીની છે કે, સુરતમાં તો પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યૂના કારણે મૃત્યુ થયું....મૂળ અમદાવાદની ડૉ. ધારા ચાવડા સુરત કોર્પોરેશન સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહી એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી હતી....ધારાને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો....રવિવારે વધુ તબિયત બગડતા સ્મિમેરમાં દાખલ કરાઈ જ્યાં તેનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો....મગજમાં સોજો અને હાર્ટ લિવરમાં ઈન્ફેક્શનના કારણે ધારાના પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા....જ્યાં તેને વેન્ટિલેટરમાં રાખવામાં આવી...અને ગુરુવારે સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું....આ જ રીતે યોગી ચોક તિરૂપતી સોસાયટીમાં રહેતા ખોડીદાસ સાવલિયા ત્રણ બહેનોના એકના એક ભાઈ હતા....ત્રણ દિવસથી તેમની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર ચાલી રહી અને ગુરુવારે તેમનું પણ મૃત્યુ થયું.....જો કે, સુરતની વાત છે અને ડૉક્ટરનું ડેન્ગ્યૂમાં મૃત્યુ થયું....જેથી આરોગ્ય વિભાગે સ્મિમેર હોસ્પિટલમાં ચેકિંગ કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા...જે હોસ્ટેલમાં ધારા રહેતી હતી ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી....હૉસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે ગટર ઉભરાતી નજરે પડી....જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ગંદકીની સાથે દારૂની ખાલી બોટલો પણ મળી આવી...