Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?

Continues below advertisement

ગુજરાતમાં ખેતીની જમીન રિ-સર્વે માટે ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ જમીન માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી 33 જિલ્લામાં હાથ ધરાઈ છે. પ્રમોલગેશન પછી રિ-સર્વે રેકોર્ડમાં ખાતેદારો તરફથી રેકોર્ડની ક્ષતિઓ સુધારવાની સતત રજૂઆતો મળી રહી છે. આ બાબતને ધ્યાને રાખી રાજ્યના મહેસૂલ વિભાગે હવે ભૂલો સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદા એક વર્ષ લંબાવી છે. આ સમય મર્યાદા 31મી ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. 

જાન્યુઆરી 2023માં કેબિનેટની બેઠકમાં જમીન રી-સરવે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારે જૂની સરકારના જમીન રી-સરવે રદ કર્યા હતો અને નવેસરથી જ જમીન માપણી કરાવવાની જાહેરાત કરી હતી. જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સરવેના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી.  ગુજરાત સરકારના આ નિર્ણયથી અગાઉ કરાયેલા સરવે માટે ચૂકવાયેલી 700 કરોડની રકમ પાણીમાં ગઈ હતી. મહત્વનું છે કે સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો મળી હતી. જૂના સરવેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા. જેની  બાદ સરકારે ફરીથી રી-સરવેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram