Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!

Continues below advertisement

મહેસાણાના કડીમાં ન જળવાયો મોતનો મલાજો. નગરપાલિકાના કચરાના ડબ્બામાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. બાવલુ પોલીસ સ્ટેશનની હદની નર્મદા કેનાલમાંથી કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ બાવલુ પોલીસ અને કડી નગરપાલિકાના સત્તાધીશોએ મોતનો મલાજો પણ ન જાળવી શક્યા. મૃતદેહને કચરાના ડબ્બામાં મૂકી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. એટલું જ નહીં. નગરપાલિકાના સત્તાધીશોની આ ગંભીર બેદરકારી અંગે જ્યારે એબીપી અસ્મિતાએ ચીફ ઓફિસરને સવાલ કર્યો તો તેમનું કહેવું હતું કે, કડી નગરપાલિકા પાસે સબવાહિની નથી જેના કારણે અન્ય વાહનોમાં સબને લાવવું પડે છે...પરંતુ હવેથી આવા વાહનોમાં સબ ને ન લાવવામાં આવે તેનું ધ્યાન રખાશે. 

એક બાજુ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે, શબવાહીની નથી. તો બીજી તરફ કડી નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ સહિત એક ડઝન કરતાં વધુ વાહનો તેના વર્કશોપમાં ચાલુ હાલતમાં છે. જેનો ઉપયોગ તેઓ કરી શકતા હતા. પરંતુ આ વાહનોની જગ્યાએ કચરાના વાહનોનો ઉપયોગ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો આ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કે, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરી. સાથે જ મંત્રીઓના કાફલા માટે એમ્બ્યુલન્સ હોય છે તો નાગરિકો માટે કેમ નહીં તેવા સવાલ પણ ઉઠાવ્યા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram