Hun To Bolish | હું તો બોલીશ | કેન્દ્રમાં ગુજરાત
આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાંથી કેટલાક સાંસદોને મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી અમિત શાહ અને એસ. જયશંકર, જે.પી.નડ્ડા.મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલને સ્થાન મોદી 3.0 મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના પાંચ દિવસ બાદ ભારતને નવી સરકાર મળી છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. 'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...'
નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મોદી 3.0 નવી સરકારમાં ગુજરાતમાંથી કેબિનેટ કક્ષાના મંત્રીમાં 4 લોકોને સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય રાજ્યકક્ષાના મંત્રીમાં નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે.