Hun To Bolish | હું તો બોલીશ | કેન્દ્રમાં ગુજરાત | Part 2

Continues below advertisement

'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...' નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના પાંચ દિવસ બાદ ભારતને નવી સરકાર મળી છે. 

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં નોંધપાત્ર સમય પસાર કર્યો છે, તેઓ 8 વર્ષની વયે બાલ સ્વયંસેવક તરીકે RSSમાં જોડાયા હતા. 1985માં અનામત વિરોધી ચળવળ દરમિયાન સંઘે ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર તેના પ્રચારકોની નિમણૂક કરી હતી. 1987માં તેમને ગુજરાત ભાજપના સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા હતા.

7મી ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.  ત્યારબાદ 2002માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા હતા. . નરેન્દ્ર મોદીના જીવનની એ પ્રથમ ચૂંટણી હતી.  તે પહેલાં મોદીએ ક્યારેય કોઈ ચૂંટણી લડી ના હતી.  પહેલી ચૂંટણી નરેન્દ્ર મોદી 14728 મતોની લીડથી જીત્યા હતા.  વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી વારાણસીથી લડ્યા અને તે ચૂંટણી તેઓ 1.52 લાખના મતની લીડથી જીત્યા હતા.  રાજકોટથી લઇને વારાણસી સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ નરેન્દ્ર મોદી જીતતા રહ્યા છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram