Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીના પુત્રોનું પાપ?
દાહોદ પોલીસની પકડમાં આવેલો આ વ્યક્તિ છે બળવંત ખાબડ. બળવંત ખાબડ રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડનો પુત્ર છે.. બચુ ખાબડ દેવગઢ બારિયાના ધારાસભ્ય છે અને તેના પુત્રની ધરપકડ તેમના જ વિસ્તારમાં મનરેગાના મોટો કૌભાંડના આરોપમાં થઈ છે. મનરેગાની અંદર કોઈ પણ પ્રકારનું કામ કર્યા સિવાય ખોટા બિલો મૂકી થયેલા 71 કરોડના કૌભાંડવાળી 35 એજન્સીઓ હતી તે પૈકી રાજ કન્સ્ટ્રશનના માલિક છે બળવંત ખાબડ. બળવંત ખાબડની ધરપકડ થયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો અને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે. જો કે, આ જ કૌભાંડની એફઆઈઆરમાં સરકારના મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર એવા કિરણ ખાબડ પોલીસ પકડની બહાર છે. કિરણ ખાબડની કંપની શ્રી રાજ ટ્રેડર્સ છે. અને કિરણ ખાબડે પોતાની ભાઈની કંપનીની જેમ જ કોઈ પણ પ્રકારના સરકારની કામ પૂરુ કર્યા સિવાય સરકારમાંથી રૂપિયા લૂંટ્યાનો આરોપ છે. આપ આ એફઆઈઆરની કોપી જુઓ જેમાં બચુ ખાબડની બંને પુત્રોની કરતૂત ખુલ્લી પડે છે. આ જે બળવંત ખાબડની સાથે સાથે તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ થઈ છે. દર્શનની સાથે સાથે અત્યારસુધીના આ કૌભાંડમાં 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. વર્ષ 2021થી 2025 વચ્ચે મનરેગાના થયેલાં કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ છે.