Hun To Bolish: હું તો બોલીશ : વરદીની તો લાજ રાખો

રાધનપુર હાઈવે પર પોલીસ નંબર પ્લેટવાળી કારે એક બાઈક ચાલકને ટક્કર મારી. GJ-02-DP-6817 નંબરના કાર ચાલકે દારૂના નશામાં ચકચુર થઈને અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ છે. અકસ્માત બાદ અન્ય વાહન ચાલકોએ પીછો કરીને કાર ચાલકને પકડ્યો તો કારમાંથી દારૂની બોટલ અને પોલીસ લખેલી પ્લેટ મળી આવી. સ્થાનિકોએ ડ્રાઈવરને પકડીને રાધનપુર પોલીસને સોંપ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કાર ચલાવનાર ડ્રાઈવરના પિતા મહેસાણા પોલીસમાં ફરજ બજાવે છે.. પોલીસ સકંજામાં આવ્યા બાદ જ્યારે દારૂની બોટલ કોની છે તેવો સવાલ કરતા જ ડ્રાઈવર ગલ્લાતલ્લા કરવા લાગ્યો. 

DGPનો શું છે આદેશ? 

પોલીસ અધિકારી-કર્મચારીઓએ યુનિફોર્મમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો થશે કાર્યવાહી
કારમાં બ્લેક ફિલ્મ લગાવી હોય તો તાત્કાલિક દૂર કરવી
વાહનમાં 'P', 'પોલીસ' કે રાષ્ટ્રીય ચિહ્ન લોગોવાળી નેઈમ પ્લેટ નહીં રાખી શકાય
વાહનની આગળ કે પાછળ નિયમ વિરૂદ્ધ નહીં લખાવી શકાય કોઈ પણ લખાણ

અમદાવાદમાં ચાર પોલીસકર્મીને કરી દેવાયા સસ્પેન્ડ. કારણ હતું મારામારીની ફરિયાદ ન નોંધવી. મેઘાણીનગરમાં મારામારીની ઘટના બાદ જ્યારે અરજદાર ફરિયાદ નોંધાવવા પહોંચ્યા. તો ફરિયાદ ન લેવાઈ... જેને લઈ શત્રુઘ્ન નામના અરજદારે આ અંગે ઝોન - 4ના ડીસીપી કાનન દેસાઈને ફોન પર જાણ કરી. ડીસીપીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચી તપાસ કરી.. તો શિફ્ટ પુરી થતા ફરિયાદ નોંધવાથી ઈન્કાર કર્યાનું બહાર આવ્યું.. જેને લઈ ડીસીપીએ ફરિયાદ કેમ ન લીધીનો ખુલાસો માંગ્યો. પોલીસકર્મી ખુલાસો ન આપી શકતા  PSO અમિતકુમાર, પંકજ કુમાર, ચિરાગકુમાર અને કિંજલબેનને સસ્પેન્ડ કરી દેવાયા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola