ABP News

Hun To Bolish : હું તો બોલીશ : મોતના માફિયાને કોઈ બચાવતા નહીં

Continues below advertisement

65 દિવસથી ભાગતો ફરતો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઈમબ્રાન્ચની ટીમે 17 જાન્યુઆરીએ મોડી રાત્રે અમદાવાદના એયરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરી. પોલીસના સકંજામાં આવ્યા બાદ કાર્તિક પટેલ જુઓ કેમેરા સામે કાન પકડીને બેસી ગયો છે.. આ 65 દિવસ કાર્તિક પટેલ એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરી રહ્યો હતો. 3 નવેમ્બર 2024એ કાર્તિક પટેલ પત્ની સાથે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના 15 દિવસના પ્રવાસે નીકળ્યો હતો. અમદાવાદ એયરપોર્ટથી સિંગાપુર એયરલાઈન્સમાં બેસીને કાર્તિક પટેલ સિંગાપુરથી ઓસ્ટ્રેલિયાના સીડની ગયો હતો.  જ્યાં સાત દિવસ સુધી ઓસ્ટ્રેલિયાના સીડની, મેલબોર્ન અને બીજા શહેરમાં ફરતો રહ્યો હતો. 11 નવેમ્બરે જ્યારે ખ્યાતિ હોસ્પિટલકાંડ થયાના સમાચા મળતા જ 11 નવેમ્બરે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ફરાર થઈ ગયો હતો. ન્યુઝીલેન્ડમાં કાર્તિક પટેલ ક્રિસ્ટ ચર્ચ અને બીજા એક હેરમાં 18 નવેમ્બર સુધી રોકાયો. ત્યાંથી કાર્તિક પટેલ 18 નવેમ્બરે ન્યુઝિલેન્ડથી ઓનલાઈન દુબઈના ટુરિસ્ટ વિઝા લીધા હતા. ન્યુઝીલેન્ડના ક્રિસ્ટ ચર્ચથી કાર્તિક પટેલ દુબઈ જઈને આજદિન સુધી કરામાની એક હોટલમાં રોકાયો હતો. અલગ અલગ દેશોમાં ભાગતાની સાથે કાર્તિક પટેલે આગોતરા જામીન માટેના પ્રયાસો પણ કર્યા. પરંતુ તેના આગોતરા જામીન મંજૂર નહોતા થયા. પરંતુ પત્નીની તબિયત લથડતા કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવ્યો હતો. જ્યાં ક્રાઈમબ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram