ABP News

Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ વિત્યુ, વેદના યથાવત

Continues below advertisement

વડોદરા હરણી બોટકાંડ. જેને વિતી ગયો એક વર્ષનો સમય. જોકે હજુ સુધી પીડિતોની વેદના છે યથાવત. તારીખ 18 જાન્યુઆરી 2024 અને સ્થળ વડોદરાનું હરણી તળાવ. બપોરે હરણી તળાવમાં પિકનિકમાં નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં માસૂમ બાળકો સવાર હતાં એ બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષિકા મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને એક વર્ષ થઇ ગયું છતાં મૃતકોનાં પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રૂજી જાય છે. આજે પીડિત પરિવારજનોએ પોતાનાં સંતાનોને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ હરણી એરપોર્ટથી ઘટનાસ્થળ હરણી લેક સુધી મૌન રેલી યોજી હતી. સનરાઈઝ સ્કૂલ બહાર મૃતક બાળકોના પરિવારજનોએ બેનર-પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગ કરી. મૃતકોના પરિવારજનોએ શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી. વિરોધ પ્રદર્શનને લઈ શાળા બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. ભાજપના કોર્પોરેટર આશિષ જોશી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. પોલીસે 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જો કે, તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram