Hun To Bolish : હું તો બોલીશ : મૂરતિયો કોણ?
કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. 2 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરવાની તારીખ છે. 19 જૂને મતદાન થવાનું છે અને 23 જૂને બંને બેઠકનું પરિણામ જાહેર થશે. આજે વિસાવદર બેઠક પરથી જન આશીર્વાદ યાત્રા નીકાળી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ યાત્રામાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ. દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન. ઈસુદાન ગઢવી. ચૈતર વસાવા સહિતના પાર્ટીના નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા. ફોર્મ ભર્યા બાદ ગોપાલ ઈટાલિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે કેશુબાપાને યાદ કરીને ભાજપ ઉપર પ્રહાર કર્યા કે, કેશુબાપા ન માત્ર આ વિસ્તારના પરંતુ ગુજરાતના નેતા હતા. ભાજપે કેશુબાપાના નામે હજુ સુધી એક સ્કૂલ પણ નથી બનાવી.. ભાજપ,કૉંગ્રેસ પાસે સારા કોઈ ઉમેદવાર જ નથી.. એટલે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી...તો બીજી તરફ કોંગ્રેસે 2 જૂને તેમના ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરશે તેવી જાહેરાત કરી છે.