Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક જ ભક્ષક !
છેલ્લા 48 કલાકમાં અમરેલી જિલ્લામાં બે પોલીસ કર્મી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બાબરા પોલીસ સ્ટેશનના LRD જવાન રવિરાજસિંહ ચૌહાણ પર 14 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથે બળજબરી પૂર્વક દૂષ્કર્મ આચર્યાનો આરોપ છે. તો અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી પર એક યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તો પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. હાલ તો આ બંને પોલીસ કર્મીઓ ફરાર છે. તેમને શોધવા માટે જિલ્લા પોલીસે ત્રણ ટીમ બનાવી છે. અને બંને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Tags :
Hun To Bolish