Hun To Bolish : હું તો બોલીશ : નર્મદા માતાના પાપી કોણ ?

રાજકોટના જેતપુરમાં પણ પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. જેતપુર સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગ માટે વિશ્વ પ્રખ્યાત છે. હવે આ જ એકમોના સંચાલકો ગંદૂ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી રહ્યા છે. લુણાગરા અને કેરાળી પાસે આવેલ ભાદર નદીના પુલ પાસે નદીમાં સફેદ કેમિકલના ફીણ જોવા મળ્યા.  પ્રદૂષણ માફિયાઓ પર નિયંત્રણ ન હોવાને કારણે ખેડૂતો પણ આ પાણીનો ઉપયોગ નથી કરી શકતા. ભાદર નદીમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે.  જેથી આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓ હેરાન થાય છે. માલધારીઓ ઢોરને પાણી નથી પીવડાવ શકતા. ખેડૂતો ખેતી માટે નદીનું પાણી નથી વાપરી શકતા... આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી. પરંતુ આજ દીન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. GPCB કોઈ યોગ્ય પગલા લે તો ભાદર નદીના પાણીનો ઉપયોગ થઈ શકે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola