ABP News

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝ

Continues below advertisement

વડોદરામાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં મેડિકલ લાઇસન્સની આડમાં દવાનો નશા તરીકે ઉપયોગ થતો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રેડ પાડી વિવિધ ટેબ્લેટ્સ અને કોડીન ફોસ્ફેટ સિરપનો 49 લાખથી વધુનો માલ સીઝ કર્યો. આ તપાસમાં સામે આવ્યું કે, આ સિરપ અને ટેબ્લેટનો ઉપયોગ રાજ્યમાં આતંક મચાવનાર ગેંગના સભ્યો, મોટા ગુનેગારો અને યુવાધન મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તાજેતરમાં વસ્ત્રાલમાં આતંક મચાવનારા ગુંડાઓ પકડાયા હતા. જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ દવાઓનો ઉપયોગ નશા માટે કરતા હતા. આ અંગે જ્યારે અમે જાણવાનો પ્રયાસ કર્યો કે કંઈ દવાનો યુવાધન અને ગુનેગારો નશા માટે ઉપયોગ કરે છે તો જાણવા મળ્યું કે, કોડીન ફોસ્ફેટ કફ સિરપ મોટા ભાગે યુવાધન પોતાના શોખ અને નશા માટે ઉપયોગ કરે છે. બીજુ આલ્ફ્રાઝોલમ અને ટ્રામાડોલ ટેબ્લેટનો ઉપયોગ પણ નશા માટે કરવામાં આવે છે.. જેમાં ખાસ કરીને ટ્રામાડોલ ટેબ્લેટ દુખાવા માટે હોય છે અને કાયદાના સંઘર્ષમાં આવતા પહેલા કે કોઈ ગુનાને અંજામ આપતાં પહેલાં ગુનેગારો તેનું સેવન કરતા હોય છે. જેથી ઝપાઝપી કે સંઘર્ષ દરમિયાન દુખાવો ન થાય. જ્યારે આલ્ફ્રાઝોલમ ટેબ્લેટનો ઉપયોગ જેને ઊંઘ ન આવતી હોય તેના માટે કરવામાં આવતો હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram