Hun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?
શરૂઆત કરીએ નશીલા ગીતો કેમ? આપણી માતૃભાષા, આપણી ગુજરાતી, આપણું લોક સાહિત્ય અને આપણા લોક સાહિત્યનો વૈભવ અનંત છે. અને આપણા લોક સાહિત્યને હરહમેશ આપણે સ્વીકાર્યું છે, આવકાર્યું છે. માત્ર આપણે જ નહીં, દુનિયાએ આપણા લોક સાહિત્યને સલામ ભરી છે. ગુજરાતી ગરબા પણ એ પૈકીનું જે એક છે, લોક સંગીત છે.
પણ છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ હોય, YouTube હોય, અલગ અલગ સોશિયલ મીડિયા હોય, ફિલ્મી ગીતો હોય, ગુજરાતીની વાત કરું છું કે ગુજરાતી આલ્બમ. અનેક ઠેકાણે એવા ગુજરાતી ગીતોની બોલબાલા છે જેની અંદર રીતસર દારૂનો પ્રચાર થતો હોય તેવું દેખાડવામાં આવે છે. હું જરાય નથી કહેતો કે પ્રોડ્યુસર કે ગીત બનાવવાળાની ઇચ્છા દારૂને પ્રમોટ કરવાની હોય, પણ એના શબ્દો એમાં જે પ્રસારિત કરવામાં આવે છે એ દારૂની આસપાસનું જ હોય છે. ત્યાં સુધી કે આપણું જે હાલરડું હતું ને એને દારુલડું કરીને પણ હવે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. અને ત્યારે લાગ્યું કે બોલવું જોઈએ. આપણા ગુજરાતના આ લોક સંગીતની સામે જે પ્રકારના આલ્બમ, ગીતો અને રીલ બની રહ્યા છે, ત્યાં સુધી કે આપણા ગરબામાં પણ એવું ગવાય, "હું તો નતો પીતો અને મને મેં પીધો રે મધરો દારૂડો, ત્યારે લાગે છે કે હવે હદ થઈ છે.