Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?
હવે ઝડપાયો નકલી IAS ઓફિસર. આ મહાશય છે મેહુલ શાહ...પોતે IAS હોવાનું કહી છેતરપિંડી આચરી. જો કે, તેનો ભાંડો ફૂટતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી. વાત એવી છે કે, અમદાવાદના પાલડીમાં રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં પ્રતીક શાહે મેહુલ શાહ સામે ફરિયાદ નોંધાવી. આરોપી મેહુલ શાહે પ્રતીક શાહને ફોન કરી.. ડ્રાઈવર સાથે ઈનોવા ગાડી ભાડે માગી. પ્રતીક શાહે રોજના સાડા ત્રણ હજાર રૂપિયા લેખે ઈનોવા ગાડી મોકલી. બાદમાં મેહુલ શાહ તરફથી કહેવાયું કે, સરકારના પ્રોટોકોલ મુજબ ગાડી પર સાયરન. સફેદ પડદા લગાવવાના રહેશે. અને ભારત સરકાર લખાવવાનું રહેશે. આ માટે તેણે નકલી પરમિશન લેટર પણ મોકલી દીધો. પ્રતીક શાહે ગાડી પર સાયરન લગાવ્યું. પરદા લગાવ્યા અને ભારત સરકાર પણ લખાવ્યું...જો કે, બાદમાં આરોપી મેહુલ શાહે ભાડું ન ચૂકવતા તેની સામે ફરિયાદ નોંધાવી અને આમ મેહુલ શાહની કરતૂતનો ભાંડો ફૂટ્યો. મેહુલ શાહ પોતાની ઓળખ મહેસૂલ વિભાગના ડિરેક્ટર તરીકે આપતો. એટલું જ નહીં.. પોતાને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન પણ ગણાવતો. તપાસમાં ખુલ્યું કે, આરોપી મેહુલ શાહ ઈનોવા કાર લઈને સચિવાલયમાં જતો. અધિકારી બતાવવા માટે ભાડેથી બોડી ગાર્ડ પણ રાખતો. હકીકતમાં તે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે. અને વાંકાનેરની જ્યોતિ સ્કૂલનો સંચાલક છે. શાળામાં કલર કામ કરાવી તેણે મજૂરીના પૈસા નથી ચૂકવ્યા.