Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
અમદાવાદમાં મોડીરાતે વધુ એક અકસ્માતની ઘટના બની.....GMDC ગ્રાઉન્ડ પાસેથી BMW બાઈક લઈને પૂરઝડપે જતો ઇન્ટિરિયર ડિઝાઇનર પાર્થ કલાલ નામનો યુવક રેલિંગ સાથે ટકરાયો....BMW બાઇક શરૂઆતમાં અંધજન મંડળથી 50 મીટર દૂર BRTS રેલીંગ સાથે અથડાયું....બાદમાં આ યુવક સ્પીડ સાથે ઝાડને અથડાયો....યુવકનું હેલ્મેટ પણ નીકળી ગયું અને બાઇક યુવકથી 80 મીટર એટલે કે, 250 ફૂટ જેટલું દૂર જઈને પડ્યું....અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી અલગ પડી ગયો અને સ્થળે જ તેનું મોત થયું....બનાવની જાણ થતાં યુવકના પિતા-ભાઈ અને ટ્રાફિક-પોલીસ સ્થળ પર પહોંચી...અને પાર્થના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો...પોલીસની તપાસમાં પાર્થના અકસ્માત અગાઉના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પાર્થ લાલ કલરના સ્વેટરમાં અંધજનમંડળ પાસે સિગ્નલ બંધ હોવા છતાં પૂરઝડપે BMW બાઇક ચલાવી જઈ રહ્યો છે.....પાર્થની સાથે બે અન્ય વાહનચાલકો પણ સિગ્નલ તોડતા જોવા મળી રહ્યાં છે....જો પાર્થે ટ્રાફિક સિગ્નલ ન તોડ્યું હોય તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત....અકસ્માત બાદ પોલીસે ફરીથી બાઈક શરૂ કરી તો બાઈકની સ્પીડ 163 પ્રતિ કલાકની ઝડપે બતાવતા હતા...એટલે કે શક્યતા છે કે, બાઈકની સ્પીડ 163ની હોઈ શકે છે...જો કે, પોલીસે બાઈકની સ્પીડ જાણવા માટે BMW અને RTOની મદદ લેશે....પોસ્ટમોર્ટમ બાદ પાર્થ કલાલના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો...માતા અને તેના ભાઈના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું.....પાર્થના મોટા ભાઈના 10 દિવસ બાદ લગ્ન હતા અને ઘરમાં નાના દીકરાનું મોત થતા માતમ છવાયો....પાર્થ કલાલ ઇન્ટીરીયર ડિઝાઇનર હતો અને પ્રહલાદનગરના સફલ કોમ્પલેક્ષમાં સાધના સ્ટુડિયો ચલાવતો હતો...
================
સુરતના વેસુ બ્રેડલાઈનર સર્કલ નજીક સ્પોર્ટ્સ બાઈકચાલક પ્રિન્સ પટેલનો અકસ્માત એટલો ખતરનાક થયો કે, માથુ જ ધડથી અલગ થઈ ગયું.....સ્પોર્ટસ બાઈક ફૂલ સ્પીડમાં આ યુવક બાઈક ચલાવીને જઈ રહ્યો હતો...અને બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હોવાનો ખુલાસો થયો છે....એટલું જ નહીં યુવકે હેલ્મેટ પણ નહોતું પહેર્યું....મૃતક પ્રિન્સ પટેલ સોશલ મીડિયા પર PKR BLOGGER હોવાનું સામે આવ્યું છે....તે ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવાનો શોખીન હતો... 13 ઓક્ટોબરે મૃતકે 140ની સ્પીડથી બાઈક ચલાવતો હોવાની રીલ પણ સોશલ મીડિયા પર શેર કરી હતી.. અલગ અલગ રીલને લીધે પ્રિન્સની કેટીએમ બાઈક પણ સોશલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની હતી....