Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
શહેરમાં દિવાળી દરમિયાન અલગ અલગ જગ્યાએથી ફરસાણ, માવા અને નમકીન સહિતના ખાદ્યપદાર્થોના 525 જેટલા નમૂના લેવાયા હતા....જેમાંથી 8 સેમ્પલનો રિપોર્ટ ફેઈલ આવ્યો છે....જોકે આ સર્વેલન્સ હોવાથી કોઈ વેપારી સામે કોઈ કાર્યવાહી ન થઈ....ખુદ કોર્પોરેશને સ્વીકાર્યું કે, સર્વેલન્સ નમૂના હોવાથી કાર્યવાહી નથી કરાઈ...નિમણૂક પામેલા અધિકારી હાલ સુધી ન હોવાને લીધે નમૂના જ એકત્ર કરવાની કામગીરી કરાઈ છે...ઓક્ટોબરમાં ડોક્ટર તેજસ શાહની નિમણૂક કરવામાં આવી.. પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે નોટિફિકેશન બહાર ન પાડતા હાલ અધિકારીઓ એન્ફોર્સમેન્ટ સેમ્પલ લેવા સક્ષમ નથી....
જે પેઢીના સેમ્પલ ફેઈલ આવ્યા છે તેની વાત કરીએ તો, અજય ટેકઅવેય પેઢીના તંદુર બર્ગરનો રિપોર્ટ અનસેફ ફૂડ આવ્યો છે....બાપુનગરની શ્રીજી ડેરીનું શ્રીખંડ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે....કૃષ્ણનગરની બાપા સીતારામ ડેરીનો મીઠો માવો સબસ્ટાન્ડર્ડ આવ્યો...મહાલક્ષ્મી ચવાણા એન્ડ સ્વીટ માર્ટનો મીઠો માવો સબસ્ટાન્ડર્ડ આવ્યો છે....કાંકરિયાની હોટેલ આશિષનું પનીર તો રૂહી ટ્રેડર્સની દ્રાક્ષ સબસ્ટાન્ડર્ડ હોવાનું જાહેર થયું છે....
-------------------
13 ઓક્ટોબરે
તહેવારો ટાણે જ અમદાવાદ કોર્પોરેશનની ગંભીર બેદરકારી જોજો....13 ઓક્ટોબરનો આ વીડિયો છે....AMCના ફૂડ વિભાગને અપાયેલી ફૂડ ટેસ્ટિંગ વાન ધૂળ ખાઈ રહી હતી...અખાદ્ય ખોરાક, ભેળસેળ અટકાવવા અપાયેલી વાન ખાઈ રહી હતી ધૂળ....
---------------------
ભેળસેળિયાઓ પર અંકુશ લાવવો જરૂરી
ગુજરાતમાં 4 વર્ષમાં ભેળસેળના 5,552 કેસ
5,552 કેસમાં માત્ર 64% જ ફેંસલો
વર્ષે અંદાજે 16 લાખ લોકો અનસેફ ફૂડ ખાવાથી પડે છે બીમાર
રાજ્યમાં માત્ર 6 સરકારી અને 9 ખાનગી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી
વર્ષ 2021-2024 સુધીમાં 199 ફોજદારી કેસમાંથી 114 કેસમાં નિર્ણય
વર્ષ 2024-25માં 980 એડજ્યુડિકેશન કેસ દાખલ કરાયા
980માંથી 864 કેસનો નિકાલ કરી 6.21 કરોડનો દંડ ફટકારાયો
વર્ષ 2024-25માં 87 અસુરક્ષિત ખાદ્ય પદાર્થના કિસ્સામાં કેસ દાખલ
દોષિત સાબિત થયેલાને 54.42 લાખ રૂ.નો દંડ ફટકારાયો
વર્ષ 2024-25માં 46 કેસમાં 67 આરોપીને ગુનેગાર ઠેરવ્યા
67 આરોપીને 24.26 લાખનો દંડ, 6 મહિનાની સજા કરાઈ
---------------------
ફૂડ સેફ્ટી ઓફિસર્સની ભરતી ક્યારે ?
(FSSAIના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ)
ગુજરાતમાં ફૂડ સેફ્ટી ઓફિસર્સની 279 જગ્યાઓ મંજૂર
279 મંજૂર જગ્યાઓમાંથી માત્ર 166 જ ભરાયેલી
40% એટલે કે, 113 જગ્યા ફૂડ સેફ્ટી ઓફિસર્સની ખાલી