Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
અમદાવાદમાં ફરી એક નબીરાના રફતારના કહેરથી નિર્દોષે ગૂમાવ્યો છે જીવ....ભુવાલડી ગામમાં પૂર્વ સરપંચના સગીર પુત્રએ નશાની હાલતમાં અકસ્માત કર્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો.... સગીર કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કર્યો.. જેમાં વંસતાબેન બારિયા નામની એક મહિલાનું મૃત્યુ થયું....જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા....અકસ્માત એટલો ભયાનક હતો કે નિર્દોષ લોકોને કચડીને કાર માટીના ઢોળા પર ચડી ગઈ.... કારની એરબેગ પણ ખુલી ગઈ.....નબીરાની કાર પર પૂર્વ સરપંચનું સ્ટીકર લગાવેલુ જોવા મળ્યુ...ગ્રામજનો આરોપ છે કે, પૂર્વ સરપંચના સગીર પુત્ર સહિત તેની આખી ટોળકી ઓવરસ્પીડમાં વાહન ચલાવવાની શોખીન છે.....
અમદાવાદના ગોતા વંદે માતરમ રોડ પર શનિવારે મોડી રાત્રે રોડ સાઈડમાં પાર્ક કરેલ કારને 112 જનરક્ષક વાને ટક્કર મારી.. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કરેલી કાર પણ 10 ફુટ સુધી દૂર જતી રહી..... અકસ્માતની આ આખીય ઘટના સીસીટીવીમાં કેદ થઈ.. અકસ્માત થતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા.. સ્થાનિકોએ તપાસ કરતા 112 જનરક્ષક વાનમાંથી તુટેલી હાલતમાં સિરપની 6 બોટલ મળી આવી....પોલીસ વાનનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો.. તો એ ડિવિઝન ટ્રાફિક પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી.. પોલીસ વાનના ડ્રાઈવર યશ પરમારને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો...પોલીસ વાનમાંથી મળેલી સિરપની બોટલ અંગે સોલા પોલીસ તપાસ કરશે....
--------------------------
અમદાવાદમાં શુક્રવારે મોડી રાત્રે રાજપથ રંગોલી રોડ પર બેફામ કાર ચાલકે અકસ્માતની હારમાળા કરી.....પહેલા બે હોમગાર્ડ જવાનના બાઈકને હવામાં ફંગોળી કાર ચાલકે અન્ય ત્રણ લોકોને અડફેટે લીધા....આટલેથી ન અટકતા બેફામ કારચાલક મિત જાનીએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો....જો કે આગળ જતા બેરિકેડ સાથે અથડાતા મિત જાનીને સ્થાનિકોએ ઝડપી પાડ્યો....બેફામ કાર ચાલકે કરેલા અકસ્માતમાં મંજૂર હુસૈન દાની અને મહંમદ તનવીર શેખ નામના બે હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત થયા.... હોમગાર્ડ જવાન મંજૂર દાનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે સાથી કર્મચારી મહંમદ તનવીર શેખ સાથે ફરજ પર જતા હતા.. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલ કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી.. અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મહંમદ તનવીર શેખને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા....જ્યારે પોલીસે પણ આરોપી કાર ચાલક મિત જાનીની ધરપકડ કરી છે.. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી કાર ચાલક મિત જાની એમબીએનો વિદ્યાર્થી છે.. અને અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો....
--------------------------
બે દિવસ પહેલા વડોદરાના માંજલપુરમાં રફ્તારના રાક્ષસે એક નિર્દોષનો જીવ લીધો....રેસ્ટોરન્ટમાં કામ કરતા બિપિન નામના વ્યક્તિ ચાર રસ્તા પર રોડ ક્રોસ કરી રહ્યા હતા.. ત્યારે ફુલ સ્પીડમાં આવતા બાઈક ચાલકે બિપિનને ટક્કર મારી....અને 10 ફુટ સુધી ઢસળ્યા...જેને લઈને બિપિનભાઈ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા અને સારવાર દરમિયાન મૃત્યુ થયુ....બિપિનના મોતથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી....
----------------------
10 નવેમ્બરે રફ્તારના કહેરની ઘટના રાજકોટમાં બની....અહીં એક કોલેજિયન યુવકનો જીવ ગયો.....કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ જતી BMW કારે ટુ-વ્હીલર ચાલક અભિષેક નાથાણીને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું...કારની ટક્કરથી અભિષેક રસ્તા પર ફંગોળાયો...ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું....અકસ્માતમાં BMW કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો....તો ટૂ-વ્હીલરના પણ ફૂરચે ફુરચા થઈ ગયાં....જોકે, અકસ્માત બાદ કારચાલક આત્મન પટેલ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી...જો કે, બીજા જ દિવસે આરોપી આત્મનને જામીન મળી જતા તેનો છૂટકારો થઈ ગયો...જેને લઈને મૃતકના પરિજનોમાં રોષ જોવા મળ્યો....
-------------------------
15 નવેમ્બરે પાલનપુરના એરોમા સર્કલ નજીક થાર કાર ચાલકની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો...એક થાર કાર ચાલક પહેલા તો પાર્કિંગમાં પડેલા અન્ય વાહનોને ખસેડે છે.. બાદમાં પગથીયાથી સીધી પોતાની નંબર પ્લેટ વગરની થાર કાર કોમ્પલેક્સમાં ઘુસાડી દે છે.. એટલુ જ નહીં.. કોમ્પલેક્સમાં આવેલી સલુનની દુકાનમાં થાર કારને ઘુસાડતા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા.. થાર કાર ચાલકની આ દાદાગીરીને જોઈને ત્યાં હાજર અન્ય લોકોમાં પણ દોડધામ મચી ગઈ...જો કે, પોલીસે આરોપી આર્યન પઢીયારને પકડીને કાયદાનું ભાન કરાવ્યું...અને સાથે રાખીને ઘટનાસ્થળ પર રિકંસ્ટ્રક્શન કર્યું...અને માફી મંગાવી....