Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
રાજ્યમાં હાલ કોઈ પણ પ્રકારની ચૂંટણીનો માહોલ નથી....સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે મહાનગરપાલિકા, પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધાની ચૂંટણીઓની આવતા વર્ષ શરૂઆત ચોક્કસથી થવાની છે...પણ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે....આ સંજોગોમાં સ્વાભાવિક રીતે વાત રાજનીતિ કરતા સમાજનીતિની થવી જોઈએ....અને આવું જ કંઈક આજે થવાનું હતું....કેમ કે, ગાંધીનગર જિલ્લામાં માણસા ક્ષત્રિય ઠાકોર સમાજે સ્નેહમિલનનું આયોજન કર્યું હતું....જ્યાં સમાજના નેતાઓની સાથે સાથે મોટાભાગના રાજકીય નેતાઓ મંચસ્થ હતા....કોઈ કોંગ્રેસ તો કોઈ ભાજપ....કોઈ પૂર્વ તો કોઈ વર્તમાન ધારાસભ્ય....તમામ નેતાઓ પક્ષાપક્ષીથી પર રહી એકબીજા સાથે ખભેખભો મિલાવી રહ્યા હતા....જો કે, ક્ષત્રિય ઠાકોર સમાજમાં સામાજીક સુધાર લાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતમાં આવા સંમેલનો થયા છે....જ્યાં કોંગ્રેસના સાંસદ ગેનીબેને ભાજપના ધારાસભ્ય એવા સ્વરૂપજી મંત્રી બનતા તેમનું અભિવાદન કર્યું હશે તો ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના જગદીશ ઠાકોર એકબીજા પાસે બેસી મુક્ત મને ચર્ચા પણ કરતા નજરે પડ્યા....છતાંય વાત આજે તો રાજનીતિની જ થઈ....
કેમ કે, કોળી સમાજના ધર્મગુરૂ એવા ઋષિભારતી બાપુએ આ જ મંચ પરથી મોટું રાજકીય નિવેદન આપ્યું અને ચર્ચા રાજનીતિની થઈ....ઋષિભારતી બાપુએ તો સ્પષ્ટ કહ્યું કે, રાજકીય પક્ષો કોળી-ઠાકોર સમાજને અન્યાય કરતા રહ્યા છે....સમાજનો રાજકીય ઉપયોગ કરનાર પક્ષો આ બંને સમાજના નેતાઓને યોગ્ય પદ નથી આપતા....તેમણે તો આધાર બનાવી દીધા અલ્પેશ ઠાકોરને અને કહી દીધું કે, અલ્પેશ ઠાકોર સરકારમાં નાયબ મુખ્યમંત્રી કેમ નહીં....આવો સાંભળી લઈએ તેમનું નિવેદન
ઋષિભારતી બાપુ નિવેદન આપીને નીકળ્યા....પરંતુ આ જ મુદ્દો ચર્ચાતો રહ્યો....અલ્પેશ ઠાકોરે મંચ પરથી સ્પષ્ટતા કરવી પડી....એટલું જ નહીં કહેવું પડ્યું કે આવા નિવેદનો આવશે તો મને કે સમાજને લાભ નહીં પણ નુકસાન વધુ થશે....આવો સાંભળી લઈએ શું કહ્યું અલ્પેશ ઠાકોરે....