Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
છેલ્લા કેટલાક સમયથી બે એવા વર્ગ જે માનદ વેતનને લઈને આંદોલન કરી રહ્યા છે...જે પૈકી એક છે આશા વર્ક્સ બહેનો...કે જેમનું કામ છે આરોગ્ય માટે પાયાની વ્યવસ્થા કરવાનું...તો બીજા છે આંગણવાડી બહેનો...બંનેની માંગ અલગ અલગ મુદ્દે છે....જે પૈકી આંગણવાડી બહેનોનો મુદ્દો 20 ઓગસ્ટે આપવામાં આવેલા ચુકાદાનું સરકાર મારફતે પાલન ન થવું છે.....હાઈકોર્ટના ચુકાદા મુજબ, આંગણવાડી વર્કરને રૂ.24,800 અને હેલ્પરને રૂ.20,300નું ચૂકવણું થવું જોઈએ...1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી વધેલા પગારની ચૂકવણી એરિયર્સ સાથે કરવાની અને ચૂકવણી 6 મહિનાની અંદર પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો...પરંતુ ચારથી પાંચ મહિના વીતી ગયા હોવા છતાં, સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી....આ બહેનો આવેદનો અને રેલીઓ કરીને થાકી ગઈ છે અને હવે અંતે ધરણાનો માર્ગ અપનાવ્યો છે...રાજ્યમાં 53,481 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે...જેની સાથે અંદાજે 1 લાખથી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર જોડાયેલા છે....
આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણી છે કે, જ્યાં સુધી તેમનો લઘુતમ વેતનના દાયરામાં સમાવેશ ન થાય...ત્યાં સુધી તેમને મિનિમમ બેજીસ મુજબ ચૂકવણું કરવામાં આવે...આંગણવાડી કાર્યકરોને માત્ર રૂ.10,000 વેતન મળે છે, જેમાંથી અંદાજે રૂ.5,000 તો આંગણવાડીના ખર્ચમાં જ વપરાઈ જાય છે....12 મહિના સુધી આંગણવાડીના ખર્ચના બિલો પાસ થતા નથી....જો આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય અને ભાડું 12 મહિના સુધી ન મળે, તો સંસ્થા ચલાવવી અશક્ય બની જાય છે....સરકાર મારફતે પોષણ માટે નિર્ધારિત ભાવો એટલા ઓછા છે (જેમ કે 10 પૈસામાં શાકભાજી કે 50 પૈસામાં દાળ/ચણા), જેના કારણે બાળકોને યોગ્ય પોષણ આપવું મુશ્કેલ બને છે....
---------------
આશા વર્કર્સ અને ફેસિલેટર્સની મુખ્ય માગણી
લઘુતમ વેતન આપો અને કાયમી કરો
આશા વર્કર્સના કામના કલાકો નક્કી કરો
ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઈલ આપો
કરેલ કામનું ઈન્સેન્ટિવ દર મહિનાની 1થી 10 તારીખ સુધીમાં ચૂકવી આપો
આશા વર્કર તથા ફેસીલેટર બહેનોને ગ્રેચ્યુટી આપો
ઈન્સેન્ટિવમાં રૂ.1500નો વધારો કરતી સંસદમાં કરેલ જાહેરાતનો અમલ કરો