Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
રાજકોટ બલિના બકરા
રાજકોટમાં અંધશ્રદ્ધામાં મુંગા પશુઓની બલી ચડાવવાની ઘટના બની....ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચૌહાણ પરિવારે આયોજન કરેલ વિહત માતાજીના માંડવામાં 6 બકરાની બલી ચઢાવવામાં આવી....બાળક બીમાર હોવાથી ચૌહાણ પરિવારને કોઈએ બલી ચઢાવાથી બીમારી દૂર થશે તેવી સલાહ આપવામાં આવી હતી.. જેને લઈને ચૌહાણ પરિવારે માતાજીના માંડવાનું આયોજન કર્યુ હતું....જેમાં છ જીવતા બકરાની બલી ચઢાવવામાં આવી હતી.. જો કે, આ ઘટના અંગે જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટને જાણ થતા રેડ કરવામાં આવી...જેમાં નવ જીવતા પશુઓને બચાવી લેવામાં આવ્યા....જો કે જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટે રેડ કરતા જ માતાજીના માંડવામાં હાજર આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા..... આ અંગે થોરાળા પોલીસે માતાજીના માંડવાનું આયોજન કરનાર રાહુલ ચૌહાણ, અરવિંદ ચૌહાણ અને પ્રતાપ ચૌહાણ વિરૂદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમન હેઠળની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે..
-----------------------
દાહોદ બાદ છોટા ઉદેપુરમાં 20 નવેમ્બરે અંધશ્રદ્ધાની ઘટના બની....ખોડવલી ગામના 60 વર્ષના ધનજીભાઈ રાઠવાનું બીમારીથી મોત થયા બાદ પરિવારજનો બળવા સાથે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ મૃતકની આત્મા લેવા માટે પહોંચ્યા.....મૃતક ધનજીભાઈનું ત્રણ દિવસ પહેલા સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.. ત્યારે બળવા નટુડીયા રાઠવા મૃતકના પરિવારજનો સાથે સિવિલ હોસ્પિટલના ગેટ પર વીધી કરી.. એક કળશમાં મૃતકની આત્માને લઈને પરત ગયા હતા...મૃતકના પરિવારજનોનું માનવુ છે કે, આદિવાસી સમાજની વર્ષો જુની પરંપરા મુજબ આ રીતે વીધી કરવામાં આવી હતી.. મૃતકની આત્માને શાંતિ મળે તે માટે આ વીધી કરીએ છીએ.. સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટે માહિતી આપી કે આવી અંધશ્રદ્ધાનો અમે વિરોધ કરીએ છીએ...સિક્યોરિટી સ્ટાફના અભાવને લીધે ઘણીવાર લોકો આવી વીધી કરતા હોય છે.. જેનો અમે બને તેટલો રોકવાનો પ્રયાસ કરીએ છીએ..